સુરતમાં ચાલતા મોટા પ્રોજેક્ટને ગ્રીન કવર કરવા માટે આદેશ, તકેદારી નહી રાખવામાં આવે તો આકરા પગલાં ભરવા સુચના

by Aadhya
0 comment 1 minutes read

Updated: Nov 30th, 2023


– બાંધકામ સમયે સુરત પાલિકાની સુચનાનો તકેદારી નહી રાખવામાં આવે તો આકરા પગલા ભરવા સુચના 

સુરત,તા.30 નવેમ્બર 2023,ગુરુવાર

સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં નવા મોટા પ્રોજેક્ટના સ્થળે તમામ બાજુએથી ગ્રીન કારપેટ થી કવર કરવા માટેના આદેશ આપવામાં આવ્યા છે. પાલિકાના આદેશ બાદ તમામ મોટા પ્રોજેક્ટ ગ્રીન નેટ થી કવર કરવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. પાલિકાના આદેશનું પાલન નહિ કરવામાં આવે તો પ્રોજેક્ટ બનાવનારા ડેવલપરને નોટિસ આપવા સાથે બાંધકામ રજાચીઠ્ઠી રદ્દ કરવા સુધીની ચીમકી આપવામાં આવી છે. 

સુરત મહાનગરપાલિકાના સ્વચ્છતા સર્વેક્ષણ અને પર્યાવરણની જાળવણીના ભાગરૂપે સુરત મહાનગરપાલિકાના મધ્યસ્થ શહેરી વિકાસ વિભાગ દ્વારા હાલમાં શહેરમાં જે બાંધકામ થઈ રહ્યું છે તેવી તમામ મોટા પ્રોજેક્ટમાં ગ્રીન નેટ બાંધવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત કારપેટ કવર કરીને તમામ મોટા પ્રોજેક્ટના બાંધકામ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે.  જો કોઈ પ્રોજેક્ટ બનાવનાર પાલિકાની આ સૂચનાનો અમલ નહીં કરે તો બાંધકામની રજા ચિઠ્ઠી રદ્દ કરવા સુધીની કામગીરી કરવા માટે આદેશ આપી દેવામાં આવ્યા છે.

Source link

You may also like

Leave a Comment