બહેનપણીની દીકરીના લગ્નની દાવતમાં ગયેલી મહિલાના ઘરમાંથી ધોળે દિવસે ચોરી

by Aadhya
0 comment 1 minutes read

                                                    Image Source: Freepik

તસ્કરો રૂ.1.38 લાખની મત્તાના સોનાચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર 

લીંબાયત પ્રતાપનગરમાં રહેતા ભંગારના લારીવાળાની પત્ની ઘરે પરત ફરી ત્યારે લોક તૂટેલું હતું અને દરવાજો ખુલ્લો હતો

સુરત, તા. 24 ઓક્ટોબર 2023 મંગળવાર 

સુરતના લીંબાયત પ્રતાપનગરમાં રહેતા ભંગારના લારીવાળાની પત્ની બાળકો સાથે બહેનપણીની દીકરીના લગ્નની દાવતમાં ગઈ હતી ત્યારે તસ્કરો ઘરનું તાળું તોડી પ્રવેશી કબાટની તિજોરી તોડી રૂ.1.38 લાખની મત્તાના સોનાચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ મધ્યપ્રદેશનો વતની અને સુરતમાં લીંબાયત લાલ બિલ્ડીંગ પાસે પ્રતાપનગર ગલી નં.1 પ્લોટ નં.33 માં રહેતો 39 વર્ષીય મજર અફજલ સૈયદ લીંબાયત વિસ્તારમાં હાથલારી ચલાવી ભંગારનો ધંધો કરે છે.ગત રવિવારે સવારે તે નિત્યક્રમ મુજબ કામ માટે નીકળ્યો હતો.જયારે તેની પત્ની રહેમતબી બપોરે અઢી વાગ્યે ઘરને તાળું મારી ચાર બાળકો સાથે તેની બહેનપણી શબાના યાકુબની દીકરીના લગ્નની દાવતમાં કમેલા દરવાજા સુમની ટેકરા ખાતે ગઈ હતી. રહેમતબી સાંજે છ વાગ્યે ઘરે પરત ફરી ત્યારે ઘરને મારેલું તાળું તૂટેલું હતું અને અંદર સામાન વેરવિખેર હતો.

ઘરમાં તપાસ કરતા તસ્કરો તાળું તોડી પ્રવેશી કબાટની તિજોરી તોડી રૂ.1.38 લાખની મત્તાના સોનાચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.બનાવ અંગે જાણ થતા મજરે ગતરોજ લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

Source link

You may also like

Leave a Comment