સુરત : જવેલર્સમાં ફરી ઓછા વજનના સોનાની ચેઇન પધરાવી વધુ વજનની ચેઇન લેવા આવેલો ગઠીયો ઝડપાયો

by Aadhya
0 comment 2 minutes read

Updated: Oct 2nd, 2023

image : Freepik

– યોગીચોક સ્થિત નાકરાણી જવેલર્સમાં દોઢ મહિના અગાઉ આઠ કેરેટની ચેઇન આપી રૂ.75 હજારના દાગીના લઈ ગયેલો સરથાણા જકાતનાકાનો દિનેશ લશ્કરી ગતરોજ ફરી આવ્યો હતો 

– વ્હોટ્સએપ ગ્રુપમાં ગઠીયા અંગે મેસેજ ફરતા હતા તેના આધારે જવેલર્સના મેનેજરે ઓળખી કાઢી પોલીસને હવાલે કર્યો 

સુરત,તા.02 ઓક્ટોબર 2023,સોમવાર 

સુરતના સરથાણા યોગીચોક સ્થિત નાકરાણી જવેલર્સમાં દોઢ મહિના અગાઉ ઓછા વજનની સોનાની ચેઇન પધરાવી રૂ.75,000ના દાગીના લઈ ફરાર થયેલો ગઠિયો ગતરોજ ફરી ઓછા વજનની ચેઇન પધરાવી વધુ વજનના દાગીના લેવા આવતા જવેલર્સના મેનેજરની સતર્કતાને લીધે ઝડપાઈ ગયો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ અમરેલીના ખાંભાના ખડાધારના વતની અને સુરતમાં કામરેજ નનસાડ રોડ વ્રજનંદીની રેસીડેન્સીમાં રહેતા 33 વર્ષીય જૈમીનકુમાર નથુભાઈ શિરોયા સરથાણા યોગીચોક ક્રિષ્ના રો હાઉસ દુકાન નં.13 ખાતે દિલીપભાઈ નાકરાણીની માલિકીના નાકરાણી ગોલ્ડમાં મેનેજર તરીકે નોકરી કરે છે. ગત 16 ઓગસ્ટે જૈમીનકુમાર દુકાને હાજર હતા ત્યારે બપોરે ત્રણ વાગ્યે એક વ્યક્તિ ત્યાં આવ્યો હતો અને સોનાની ચેઇન બતાવી મને આના બદલામાં બીજી ડિઝાઇનની ચેઇન અને પેન્ડલ આપો કહી રૂ.74,844 ના દાગીના ખરીદ્યા હતા. તે વ્યક્તિએ આપેલી ચેઈનનું વજન ગણી જૈમીનકુમારે તેની કિંમત પ્રમાણે તેને વધારાના રૂ.7600 પણ આપતા તે વ્યક્તિ ત્યાંથી ચાલ્યો ગયો હતો. જોકે, બીજા દિવસે ગોલ્ડના વ્હોટસએપ ગ્રુપમાં બે વ્યક્તિના ફોટા સાથે એક મેસેજ ફરતો થયો હતો કે આ વ્યક્તિઓ સોનાની 20 કેરેટના માર્કિંગવાળી ચેઈન લઈને બજારમાં ફરે છે અને તેની પ્યોરિટી ચેક કરતાં માત્ર આઠ જ કેરેટ બતાવે છે. ફોટા જોતા આગલા દિવસે જે વ્યક્તિ ચેઈન બદલાવી ગયો હતો તે વ્યક્તિનો જ ફોટો હોય જૈમીનકુમારે તેણે આપેલી ચેઈન ચેક કરતા માત્ર આઠ કેરેટની મળી હતી અને પોતાની સાથે છેતરપિંડી થયાની જાણ થઈ હતી.

દરમિયાન, ગત બપોરે ત્રણ વાગે ફરી તે વ્યક્તિ જૈમીનકુમારની દુકાને આવ્યો હતો અને અગાઉ જે રીતે ચેઈન બદલાવી ગયો હતો તે રીતે તેણે એક ચેઈન બતાવી તેના બદલામાં 18 કેરેટ વજનનું સોનાનું ડોકિયું પસંદ કરતા જૈમીનકુમાર તેને ઓળખી ગયા હતા. જૈમીનકુમારે તરત જ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરતા પોલીસ ત્યાં પહોંચી હતી અને તે વ્યક્તિને સરથાણા પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતા તેની ઓળખ દિનેશભાઈ પ્રભુદાસ લશ્કરી (રહે.ઘર નં.25, સંત દેવીદાસ સોસાયટી, સરથાણા જકાતનાકા, સુરત. મૂળ રહે.ભાલગામ બીલખા, જી.જુનાગઢ ) તરીકે થઈ હતી. આ અંગે જૈમીનકુમારે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દિનેશ લશ્કરીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Source link

You may also like

Leave a Comment