Updated: Oct 16th, 2023
– પાલિકાના અધિકારીઓ ખેડૂતોને યોગ્ય જવાબ ન આપી શક્યા, મહિલા, પુરુષએ ગાડીને પણ જવા ન દીધી સિક્યુરીટી ગાર્ડ માંડમાંડ અધિકારીને ગાડી સુધી લઈ ગયા
સુરત,તા.16 ઓક્ટોબર 2023,સોમવાર
સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોનમાં આવેલા બમરોલી વિસ્તારમાં ખેતરમાંથી રસ્તાની જગ્યાના કબ્જાના વિવાદ થતાં ખેડુતોએ અધિકારીઓનો ઘેરો ઘાલ્યો હતો. ખેડૂતો આક્રમક બની જતા અધિકારીઓએ જગ્યા છોડીને ભાગવું પડ્યું હતું. પાલિકાના અધિકારીઓ ખેડૂતોને યોગ્ય જવાબ ન આપી શક્યા, મહિલા, પુરુષએ ગાડીને પણ જવા ન દીધી સિક્યુરીટી ગાર્ડ માંડ માંડ અધિકારીને ગાડી સુધી લઈ ગયા પાલિકાના અધિકારીઓ ખેડૂતોને યોગ્ય જવાબ ન આપી શક્યા, મહિલા, પુરુષએ ગાડીને પણ જવા ન દીધી સિક્યુરીટી ગાર્ડ માંડ માંડ અધિકારીને ગાડી સુધી લઈ ગયા હતા.
સુરત પાલિકા અને બિલ્ડરની સાંઠગાંઠના ગંભીર આક્ષેપ : બમરોલીમાં જગ્યાનો કબજો લેવા ગયેલા પાલિકાના અધિકારીઓને ભાગવું પડ્યું #Surat #SMC #SuratCorporation pic.twitter.com/L4iQRahtCt
— Gujarat Samachar (@gujratsamachar) October 16, 2023
સુરત પાલિકાના ઉધના ઝોનના બમરોલી વિસ્તારમાં એક ખેતરમાંથી રસ્તાની જગ્યાનો વિવાદ સવારથી ઉભો થયો હતો. પાલિકાએ શરુઆતમાં આક્રમક બનીને જેસીબી મશીનથી રસ્તો ખુલ્લો કરવાની કામગીરી કરતાં વિખવાદ થયો હતો. ખેતરના માલિક પરિવાર સાથે ખેતર પર આવી ગયા હતા. પાલિકાના અધિકારીઓએ શરુઆતમાં રોફ ઝાડ્યો હતો. પરંતુ ધીમે ધીમે ખેડુત તરફે લોકો વધી ગયા હતા. તો બીજી તરફ પાલિકાના અધિકારીઓ ખેડુતોને પ્રશ્નનો જવાબ આપી ન શકતા ખેડુતોએ પાલિકાના અધિકારીઓ અને બિલ્ડર વચ્ચે સાંઠગાંઠ છે તેવા આક્ષેપ સાથે અધિકારીઓને ઘેરી લીધા હતા.
અચાનક ખેડુતો આક્રમક બની જતાં અધિકારીઓ પણ ગભરાઈ ગયા હતા તેઓ સ્થળ છોડીને જવા માગતા હતા પરંતુ મહિલા અને પુરુષોએ તેમની ગાડીની ફરતે ગોઠવાઈ ગયા હતા. ત્યાર બાદ પાલિકાના સિક્યુરીટી સ્ટાફ અને અન્યોએ માંડ માંડ ખેડુત પરિવારને દુર કરતાં અધિકારીઓ ગાડીમાં બેસીને ભાગી ગયાં હતા.