સુરત રેલવે સ્ટેશન પર ભારે ભીડને કારણે ધક્કામુક્કી થતા એક વ્યક્તિનું મોત, ત્રણ લોકો બેભાન

by Aadhya
0 comment 2 minutes read

ટ્રેન પકડવામાં મુસાફરો ઊમટી પડતા અફરાતફરી મચી જવા પામી હતી

પોલીસ કર્મી તાત્કાલિક ધોરણે બેભાન થયેલા લોકોની મદદ આવી પહોંચી

Updated: Nov 11th, 2023


Tragedy at Surat Railway Station : સુરત રેલવે સ્ટેશને દિવાળીના તહેવારની રજાના પગલે ભારે ભીડ જોવા મળી હતી અને ભીડના કારણે ધક્કામુક્કી થતા એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે ત્રણ લોકો બેભાન થઈ ગયા હતા.

ટ્રેનમાં ચડતી વખતે ધક્કામુક્કી થઈ

આજથી મોટાભાગના એકમોમાં દિવાળીના તહેવારની રજા શરુ થતી હોવાથી સુરત શહેરથી પોતાના વતન તરફ જવા માટે ભારે ભીડ સવારથી જ જોવા મળી હતી. આજે છપરા જતી ગંગા એક્સપ્રેસ ટ્રેન જ્યારે સુરતના રેલવે સ્ટેશને પહોંચી ત્યારે એક સાથે જ લોકો ટ્રેનમાં ચડતી વખતે ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયા હતા. આ ધક્કામુક્કીમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો જ્યારે ત્રણ લોકો બેભાન થતા તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 

પોલીસની ટીમ લોકોની મદદ પહોંચી

રેલવે સ્ટેશન પર ભારે ભીડ હોવાથી કન્ફર્મ ટિકિટ ધરાવતા મુસાફરો પણ ટ્રેનમાં ચડી શક્યા ન હતા. ટ્રેન પકડવામાં મુસાફરો ઊમટી પડતા અફરાતફરી મચી જવા પામી હતી જેમાં અનેક લોકો ભીડમાં દબાઈ ગયા હોવાથી શ્વાસ લેવામાં તકલીફ પડી હતી, જો કે પોલીસ કર્મી તાત્કાલિક ધોરણે બેભાન થયેલા લોકોની મદદ આવી પહોંચી હતી અને પાણી છાંટી, માઉથ બ્રિધિગ આપીને જીવ બચાવ્યો હતો. 



Source link

You may also like

Leave a Comment