બોગસ પેઢી બનાવવાના ગુનામાં વધુ બે આરોપી પકડાતા 4 દિવસના રિમાન્ડ પર

by Aadhya
0 comment 3 minutes read

શાહ એન્ટપ્રાઈઝના નામે બોગસ પેઢી ઉભી કરી બોગસ બીલોના આધારે 1.57 કરોડની ક્રેડીટ ઉસેટવામાં ઉમંગ પટેલ અને શોબાન કુરેશી ઝડપાયા

બોગસ ભાડા કરારના આધારે

Updated: Nov 21st, 2023


સુરત

શાહ એન્ટપ્રાઈઝના નામે બોગસ પેઢી ઉભી
કરી બોગસ બીલોના આધારે
1.57 કરોડની ક્રેડીટ ઉસેટવામાં ઉમંગ પટેલ અને શોબાન કુરેશી ઝડપાયા

    

મહીલા
વકીલ નોટરીના નામે બોગસ ભાડા કરારના આધારે બોગસ પેઢી બનાવવાના ગુનાઈત કારસામાં
સુરત ક્રાઈમ બ્રાંચના ઈકો સેલે વધુ બે આરોપીઓની ધરપકડ કરી
10 દિવસના રિમાન્ડની
માંગ સાથે કોર્ટમાં રજુ કરતાં કોર્ટે આરોપીઓને ચાર દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપતો
હુકમ કર્યો છે.

ફરિયાદી
કીર્તનબેન સાલ્વે (રે.શ્રીપદ એથીક્સ
,પાલનપુર)એ પોતાની મિલકતના બોગસ ભાડા કરારના આધારે કેતન એન્ટરપ્રાઈઝ તથા
શાહ એન્ટરપ્રાઈઝ નામની બોગસ પેઢી બનાવીને ફરિયાદીના નામે નોટરીના ખોટા સિક્કા ખોટી
નોટરી કરવા અંગે આરોપી ઘાવટે સોએબ સમશુદ્દીન
,શાહ સુનિલકુમાર
જમનાદાસ (રે.ઈન્દીરાનગર-
2 અમદાવાદ), કેતન
કાંતિલાલ મકવાણા (રે.છોટુભાઈ હાઉસીંગ સોસાયટી
,ગીતામંદિર રોડ,અમદાવાદ), હાર્દિક વેગડ, સંજય
શાહ સહિત અન્ય આરોપીઓ વિરુધ્ધ સુરત ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં
સુરત ક્રાઈમ બ્રાંચની આર્થિક ગુના નિવારણ શાખાના પોસઈ જે.આર.પવારે આજે આરોપી ઉમંગ
જોગેશ પટેલ (રે.પરસ્યુટ હેપ્પીનેશ
,પાલ)ની દ્વારકાથી તથા
શોબાન ઉસ્માન કુરેશી (રે.પી.એમ.આવાસ યોજના સુભાષનગર
,ભાવનગર)ની
ભાવનગરથી ધરપકડ કરી
10 દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં
રજુ કર્યા હતા. જેની સુનાવણી દરમિયાન સરકાર પક્ષે એપીપી શીતલસિંહ ધાકરેએ જણાવ્યું
હતું કે આરોપી શોબાને વોન્ટેડ આરોપી ઈમરાન 
મેમણ ઉર્ફે બી.ડી.બાપુની સાથે જઈ સ્ટેમ્પ ખરીદી રજીસ્ટરમાં એ.વી.સોલંકી
તરીકે સહી કરી કેતન એન્ટરપ્રાઈઝ નામે બોગસ પેઢી ઉભી કરી છે. આરોપી શોબાનેે આ કંપની
જતીન નામના વ્યક્તિને વેચી હોઈ બોગસ ભાડા કરાર કરનાર ઈમરાન મેમણ તથા જતીન નામના
વ્યક્તિની ધરપકડ કરવાની છે. આરોપી ઈમરાન મેમણ તથા હાલમાં પકડાયેલા શોબાન વચ્ચે
વોટ્સ એપ કોલ પર વાતચીત કરતા હોઈ સ્ટેમ્પ રજીસ્ટરમાં ચાર વખત એ.વી.સોલંકીની નામે
સહી કરી છે. જેથી બીજા બોગસ ભાડા કરાર કરેલ છે કે કેમ
? તેની
તપાસ કરાવી છે. સ્ટેમ્પ પેપર ખરીદનાર તરીકે મોબાઈલ નંબર મળી આવ્યા બાદ આરોપીએ
ગુનાની કબૂલાત કરી હોઈ બીજા પુરાવા મેળવવાના છે. વોન્ટેડ આરોપી ઈમરાને ભાવનગરના
કણબીવાડના ધર્મેશ પટેલના નામે સરનામાથી મોબાઈલ નંબર મેળવ્યો છે. જેથી આરોપી બોગસ
પેઢી ઉભી કરીને જીએસટી ચોરી કરી આર્થિક નુકશાન કરે તેમ હોઈ તેને પકડવો જરૃરી છે.
આરોપી ઉમંગ પટેલે શાહ એન્ટરપ્રાઈઝના નામની કંપની અમદાવાદના ધર્મેશ ગાંધી પાસેથી
ખરીદી હોઈ તેને પકડવાનો છે. આરોપી ઉમંગના નામે બાર બોગસ કંપની છે. શાહ
એન્ટરપ્રાઈઝના નામે
5.62 કરોડના બોગસ બીલો બનાવીને 1.57 કરોડની ક્રેડીટ ઉસેટવામાં આવી હોઈ તેની તપાસ કરવાની છે. જેના વિરોધમાં
આરોપીના બચાવપક્ષે જણાવ્યું હતું કે અન્ય આરોપીઓની ધરપકડ કરવાના કારણોસર રિમાન્ડ
આપી શકાય નહીં. સહઆરોપીઓના નિવેદનના આધારે હાલના આરોપીની શંકાના આધારે ધરપકડ કરીને
ખોટી સંડોવણી કરી હોઈ પ્રથમદર્શનીય કેસના અભાવે રિમાન્ડની માંગ રદ કરવા જણાવ્યું
હતુ. કોર્ટે બંને પક્ષોની રજુઆત બાદ આરોપીઓને ચાર દિવસના રિમાન્ડ પર સોંપતો હુકમ
કર્યો છે.

Source link

You may also like

Leave a Comment