ઇલેકટ્રીક સાધનોના ઓર્ડર પેટે એડવાન્સ પેમેન્ટ આપ્યું પણ માલ નહી મોકલતા પરત આપેલા ચેક રીટર્ન થયા હતા
Updated: Nov 4th, 2023
સુરત
ઇલેકટ્રીક
સાધનોના ઓર્ડર પેટે એડવાન્સ પેમેન્ટ આપ્યું પણ માલ નહી મોકલતા પરત આપેલા ચેક રીટર્ન
થયા હતા
અમદાવાદની
ઇલેકટ્રીક સાધનોની કંપનીના બે સંચાલકોને રૃા.35 લાખના ચેક રીટર્ન
કેસમાં એડીશ્નલ સીવીલ જજ તથા જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ(ફ.ક.)નેહારીકા રાઘવે બે
વર્ષની કેદની સજા ફટકારી છે.
ખટોદરા
સોમા કાનજીની વાડી ખાતે સ્થિત કોન્ટ્રાક્ટરનું કામ કરતી ઈફરા પ્રોજેક્ટ એલ. એલ.
પી. ના ફરિયાદી ભાગીદાર ગૌરવ સુશીલ ગોયલે ઓગષ્ટ-2021માં અમદાવાદ મેમનગર સ્થિત આરકોન
ઈકવીપમેન્ટ પ્રા.લિ.ના આરોપી સંચાલકો નયન પંચાલ તથા સંદિપ પંચાલને 1.44 કરોડ તથા 42.77 લાખની કિંમતના ઈલેકટ્રીક ગુડ્સનો
ઓર્ડર આપ્યો હતો. જેના એડવાન્સ પેટે 35.60 લાખ મોકલી આપ્યા
હતા.પરંતુ આરોપી કંપનીના સંચાલકોએ 42.77 લાખનો માલ ન મોકલતા
ફરિયાદી એડવાન્સ પેમેન્ટ પરત માંગતા રૃા.૩૫ લાખના ચેક મોકલી આપ્યા હતા. પણ તે
રીટર્ન થતા કંપની સંચાલકો વિરુધ્ધ કોર્ટમાં ફરિયાદ નોંધાવાઇ હતી.
કેસની
અંતિમ સુનાવણી બાદ કોર્ટે આરોપી સંચાલકોને કોર્ટે બે વર્ષની કેદ તથા ફરિયાદીની લેણી રકમ 35 લાખના બમણી રકમ 70 લાખ કંપની તથા સંચાલકોએ 60 દિવસમાં ચુકવવાની
સંયુક્ત તેમ જ વિભક્ત જવાબદારી હોવાનો નિર્દેશ આપ્યો છે. આરોપીઓએ ફરિયાદીની ઉલટ
તપાસ તથા પોતાનું ફર્ધર સ્ટેટમેન્ટ કે ફરિયાદ અંગે કોઈ રિબર્ટલ દસ્તાવેજી પુરાવો
આપ્યો નહોતો. ગેરહાજર આરોપી વિરુધ્ધ ધરપકડ વોરંટ ઇસ્યુ કરવા હુકમ કરાયો છે.