સુરતમાં મનો દિવ્યાંગ બાળકોએ બનાવેલા વૈદિક દિવડાં ઘરે ઘરે પ્રકાશ રેલાવશે

by Aadhya
0 comment 3 minutes read

Updated: Nov 1st, 2023

ચાઈનીઝ દિવાના આક્રમણ સાથે ભારતીય વૈદિક દિવડાઓ લોકોની પસંદગી બની રહી છે

સુરતના રામનગર વિસ્તારની મનો દિવ્યાંગ બાળકોની સ્કૂલ માં બાળકોને પગભર કરવા માટે બાળકો દિવાળી માટે વૈદિક દિવડા, દિવાના ડેકોરેશન, ડેકોરેટિવ કવર સહિતની વસ્તુઓ બનાવી રહ્યા છે

સુરત, તા. 01 નવેમ્બર 2023 બુધવાર 

છેલ્લા કેટલાક વર્ષોથી દિવાળીમાં ચાઈનીઝ દિવડાની બોલબાલા વચ્ચે હવે વૈદિક દિવડાનો ટ્રેન્ડ શરૂ થયો છે. ચાઈનીઝ દિવડાના આક્રમણ વચ્ચે સુરતના મનો દિવ્યાંગ બાળકોએ બનાવેલા વૈદિક દિવડા લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યાં છે. ગાયના છાણ અને યજ્ઞની સામગ્રી માંથી આ બાળકોએ દિવડા બનાવ્યા હોવાથી તેમની પવિત્રતા વધી રહી છે. આવા બાળકો દિવડા બનાવતા હોવાથી હવે ચાઈનીઝ દિવડાની જગ્યાએ મનો દિવ્યાંગ બાળકોએ બનાવેલા દિવડા ની લોકો ખરીદી રહ્યા છે. 

સુરતમાં મનો દિવ્યાંગ બાળકોની કેટલીક સ્કૂલો ચાલી રહી છે તેમાં આવા બાળકોને પગભર કરવા માટે અનેક હુન્નર શીખવવામાં આવી રહ્યાં છે. જેમાં સુરતના રામનગર વિસ્તારની મનો દિવ્યાંગ બાળકોની સ્કૂલમાં બાળકોને પગભર કરવા માટે બાળકો દિવાળી માટે વૈદિક દિવડા, દિવાના ડેકોરેશન, , ડેકોરેટિવ કવર સહિતની વસ્તુઓ બનાવી રહ્યા છે સંસ્થાના પ્રજ્ઞેશભાઈ કહે છે, અમારી સ્કૂલમાં મનો દિવ્યાંગ બાળકોને પગભર કરવા માટે વર્ષ દરમિયાન અનેક એક્ટીવીટી કરાવવામાં આવે છે. દિવાળી દરમિયાન અમે તૈયાર દિવડા ડેકોરેશન બાળકો પાસે કરાવડાવતા હતા. પરંતુ કોરોના બાદ લોકો પર્યાવરણની જાળવણી નો આગ્રહ રાખતા હતા તેના કારણે અમને વૈદિક દિવડાનો વિચાર આવ્યો હતો.

અમારી શાળામાં 37 વિદ્યાર્થીઓ છે આ તમામ વિદ્યાર્થીઓ ભલે મનો દિવ્યાંગ છે પરંતુ  તેઓની કલાકારી અદ્દભુત છે. તેઓને અન્ય કરતાં વધુ શીખવવું પડે છે પરંતુ તેઓ નોર્મલ બાળકોની જેમ સારી રીતે દિવડા પેઇન્ટિંગ કરી શકે છે. અમારા બાળકો વૈદિક દિવડા બનાવી શકે કે કેમ તે પ્રશ્ન હતો. પરંતુ અમે ગાયનું છાણ, ગૌમુત્ર ને ભેગા કરીને તેને ભીનાવીને ડાઈમાં મુકીને દિવડા બનાવીએ છીએ. ત્યારબાદ તેને સુકવવામા આવે છે અને પછી તેમાં હવનની સામગ્રી જેવી કે ધી, કપૂર, ગૂગળ, સાકર, જવ અને તલનું મિશ્રણ કરી મુકી તૈયાર થાય છે અને આ તૈયાર થયેલા વૈદિક દિવા વેચાણ માટે મૂકીએ છીએ. શરૂઆતમાં અમારા બાળકોને થોડી તકલીફ પડી પરંતુ હવે તેઓ વૈદિક દિવડા સાથે ધૂપબત્તી પણ બનાવીએ છીએ. આવી રીતે બનાવેલા દિવડા તથા ધૂપબત્તી પ્રગટાવવાથી વાતાવરણમાંથી નકારાત્મકતા દુર થવા સાથે પવિત્રતા પણ જળવાઈ છે.

દિવડા ખરીદનારા રાજેશભાઈ કહે છે, ગાયનું મહત્વ આપણા શાસ્ત્રોમાં ઘણું છે અને તેથી જ ગાયના છાણમાંથી બનાવેલી વૈદિક દિવડાનું પણ ખુબજ મહત્વ છે તેમાં પણ આવા દિવયાંગ બાળકો વૈદિક દિવડા બનાવતા હોવાથી તેની પવિત્રતા વધી જાય છે અને તેના કારણે અમે આ દિવડા ખરીદવાનો આગ્રહ રાખીએ છીએ.

એક તો ચાઈનીઝ દિવડાની ખરીદી બંધ થાય છે તો બીજી તરફ મનો દિવ્યાંગ બાળકોને રોજીરોટી મળી રહે છે.

Source link

You may also like

Leave a Comment