Updated: Nov 23rd, 2023
સુરત
જુલાઇ-2023 માં શારજાહ
ફ્લાઇટમાં ટ્રોલીબેગમાં હીરા લઇ જતા સુરત એરપોર્ટ પર કસ્ટમ વિભાગના હાથે ઝડપાયો
હતો
સુરત
ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જુલાઈ-2023
માં કુલ રૃ.1.10 કરોડની કિંમતના 14910.3
કેરેટના ડાયમંડ સ્મગલીંગના ઈરાદે સુરત-શારજાહ ફ્લાઈટમાં લઈ જતાં ઝડપાયેલા
શકદાર જીગ્નેશ મોરડીયાની કોર્ટમાં જમા પાસપોર્ટ પરત માંગતી તથા ધંધાકીય હેતુ માટે વિદેશ
જવા દેશની હદ છોડવાની પરવાનગી માંગતી અરજીને ઈન્ચાર્જ સુરત જિલ્લા સેશન્સ જજ બી.પી.પુજારાએ
શરતોને આધીન મંજુર કરી છે.
સુરત શારજાહ
ફ્લાઈટમાં તા.27મી જુલાઈ-2023ના રોજ ટ્રોલી બેગમાં કુલ 4910.3 કેરેટના કુલ 1.10 કરોડની કિંમતના નેચરલ ડાયમંડનો જથ્થો
સ્મગલીંગના ઈરાદેથી લઈ જતા શકદાર જીગ્નેશ બટુકભાઈ મોરડીયા(રે.પ્રમુખ છાયા સોસાયટી,પુણા ગામ) સુરત કસ્ટમ વિભાગના હાથે ઝડપાઈ ગયો હતો.સંભવતઃ સૌ પ્રથમવાર 1.10 કરોડની કિંમતના ડાયમંડ સ્મગલીંગ કેસમાં કસ્ટમ એક્ટના ભંગ બદલ ઝડપાયેલા જીગ્નેશ
મોરડીયાના જામીનની માંગ સુરતની સ્થાનિક અદાલતે નકાર્યા બાદ ગુજરાત હાઈકોર્ટના શરતી
જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો.
જે
જામીન શરત મુજબ સુરતની ટ્રાયલ કોર્ટમાં જમા કરાવેલા પાસપોર્ટ પરત આપવા તથા
વિદેશમાં બિઝનેશ હેતુ માટે બે મહીના પુરતા દેશની હદ છોડવા શકદાર જીગ્નેશ મોરડીયાએ
કિશન દહીયા મારફતે માંગ કરી હતી.જેને કોર્ટે અંશતઃ માન્ય રાખી શરતોને આધીન પરવાનગી
આપતો હુકમ કર્યો હતો.કોર્ટે શકદારને બે મહીના માટે દેશની હદ છોડવા શરતી મંજુરી આપી
1 લાખ
ડીસ્ટ્રીક કોર્ટના નાઝર સમક્ષ જમા કરાવવા તથા ૨૫ હજારની શ્યોરીટી સાથેના બોન્ડ
આપવા નિર્દેશ આપ્યો છે.તદુપરાંત વિદેશમાં રહેવાના સ્થળના સરનામા,સંપર્ક નંબર તથા દેશની વિગતો જાહેર કરવા જણાવ્યું છે.શકદાર વિરુધ્ધની કેસ
કાર્યવાહી ચાલુ થાય તો પોતાની ગેરહાજરી અંગે વાંધો ન ઉઠાવવા તથા પોતાની
ગેરહાજરીમાં વકીલ કાર્યવાહી હાથ ધરી શકે તેવી લેખિત બાંહેધરી આપવા નિર્દેશ આપ્યો
છે.તદુપરાંત નિયત સમય બાદ વિદેશથી પરત
ફર્યા બાદ સંબંધિત કોર્ટ તથા પોલીસ મથકને જાણ કરી સ્વતંત્રતાનો ગેરલાભ ન ઉઠાવવા
જણાવ્યું છે.