અડાજણ ગામમાં અનોખી રીતે ગણેશજીની મૂર્તિનું વિસર્જન કર્યું

by Aadhya
0 comment 1 minutes read

Updated: Sep 24th, 2023

– વરસાદને લીધે બાપ્પા ભીંજાઈ નહીં  જાય તેવી માટે બાળકો છત્રી લઈને ઉભા રહ્યા

સુરત, તા. 24 સપ્ટેમ્બર 2023, રવિવાર

સુરત શહેરમાં વરસાદ મોસમ વચ્ચે ગણેશ ઉત્સવ શહેરીજાનો રહ્યા છે. એવા સમયે અડાજણ ગામમાં ગણપતિ બાપ્પા વરસાદમાં ભીંજાઈ નહિ જાય તે માટે બાળકો છત્રી લઇ ઉભા રહીને અનોખી રીતે વિસર્જન કર્યું હતું.

સુરત શહેરમાં ગલી, મોહલ્લા, સોસાયટી, એપાર્ટમેન્ટ, ઘરોમાં સહિતના સ્થળે ગણેશ મહોત્સવ અલગ અલગ થીમ સાથે ઉજવણી કરી રહ્યા છે. એટલું જ નહીં પણ ગણેશ ભક્તિ સાથે સેવા કાર્ય અને રક્તદાન તથા વિવિધ જાગૃતિ કાર્યક્રમ સહિતના કાર્યો ગણેશ ભક્તો કરી રહ્યા છે. તેવા સમયે અડાજણ ગામમા શ્રીનાથ સોસાયટી નજીક તાપી વ્યુ એપાર્ટમેન્ટની બાજુમાં આર. બંગલો ગણેશ ચતુર્થીને દિવસે ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. જ્યારે આવતીકાલે શનિવારે સાંજે શ્રીજીને  વરસાદ નહીં લાગે તે માટે નાના બાળકો સહિતનાઓ છત્રી લઈ ઉભા રહ્યા હતા. બાદમાં ઘર આંગણે ટબમાં શ્રીજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. લોકોનું સ્વાસ્થ્ય સારું રહે અને તકલીફ ના પડે તથા તેમના પરિવારમાં સુખ શાંતિ મળે પ્રાર્થના પણ કરવામાં આવી હતી એટલું જ નહીં ગણેશ ભક્તોએ ગરબા રમીને આખી વિદાય આપી હતી.

Source link

You may also like

Leave a Comment